ગોપાલ ચાવડા
પાદરા બેંક ઓફ બરોડા પાદરા બ્રાન્ચ દ્વારા, વિહિપ પ્રેરીત ભારતીય જન સેવા સંસ્થાન માં શ્રી રામ કુમાર છાત્રાલય ને રોજિંદી જરૂરીયાત પેટે વસ્તુઓ આપવામાં આવી
બાળકોને પાથરવાની ચાદર, તથા ઝડપથી ભોજન બને તે માટે કુકર અર્પણ કરવામાં આવ્યા
===
બેંક ઓફ બરોડા પાદરા શાખા દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત
શુક્રવારના રોજ પાદરા શાખાના મેનેજર પ્રિયા પ્રભુ સ્નેહા કુમારી,અમ્રિતા રોય, કેતુલ મહીડા, અમીત ગીરી,અર્પિત મિત્તલ, યશ સાહ ,સહિત સ્ટાફ પાદરા ભારતીય જન સેવા સંસ્થાન સંચાલિત શ્રી રામ કુમાર છાત્રાલય ખાતે પધાર્યો હતો જયાં બાળકોના મળી સુંદર વાતો કરીને ચર્ચાઓ કરી હતી જેમાં બાળકોએ અલ્પાહાર પેકેટ, પાથરવા માટે ચાદરો , તથા ભોજન જલ્દી અને સ્વરછ બને તે માટે કુકર આપ્યા હતા તેમણે શ્રી રામ કુમાર છાત્રાલય ની માહિતી મેળવી અને vhp ની પ્રવૃત્તિને બિરદાવી હતી ત્યાર બાદના શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્ર માં ચાલતા સ્કીલ ડેવલપમેન્ટ ની મુલાકાત લીધી હતી અને આ પ્રસંગ છાત્રાલયના કાર્યકારી પ્રમુખ ગોપાળ ચાવડા યે સંપુર્ણ માહિતી આપી હતી આ પ્રવૃત્તિ જોઈને સંસ્થાને અભિનંદન્ આપ્યા હતા અને ફરી વખત બાળકોને મળવા આવી શુ તેમ કહી નીકળ્યા હતા