Breaking News

પાદરા તાલુકાના ગામોમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડતા જનજીવન બેહાલ થઈ જવા પામ્યું છે જેમાં કુરાલ ,ગામેઠા , માસર, બ્રાહ્મણવશી, ડભાસા વગેરે ગામોમાં સતત વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે ગામડાના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેમાં કાચા મકાનો વાળા ને હાલત બગડી જવા પામી છે

ગોપાલ ચાવડા

 

પાદરા તાલુકાના ગામોમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડતા જનજીવન બેહાલ થઈ જવા પામ્યું છે જેમાં કુરાલ ,ગામેઠા , માસર, બ્રાહ્મણવશી, ડભાસા વગેરે ગામોમાં સતત વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે ગામડાના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેમાં કાચા મકાનો વાળા ને હાલત બગડી જવા પામી છે

સતત પડી રહેલા વરસાદને કારણે ખેતીને પણ ભારે નુકસાન થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે ત્યારે ખેડૂતો માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

છેલ્લા ત્રણ દિવસથી વડોદરા જિલ્લામાં એકધારો વરસાદ વરસી રહ્યો છે જેમાં પાદરા શહેર અને તાલુકા પણ બાકાત નથી

જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ પડવાના કારણે દરેક ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જે ચોમાસા પહેલા ની પ્રિ મોન્સુન કામગીરી ની પોલ ઊઘાડીપડી જવા પામી છે જેથી રોડ રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે કેટલાક રોડો માં ક્યાંક ગાબડાં પડવાના સમાચારો મળી રહ્યાં લોકોને આવા જવાની પણ મુશ્કેલી સર્જાઇ રહી છે જેમાં પાદરા તાલુકાના ગામેઠા બ્રાહ્મણવાસી માસર , ડભાસા જેવા ગામોમાં પણ સતત વરસાદ પડવાના કારણે આ ગામોના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેથી કાચા મકાનના રહીશોમાં ભારે મુશ્કેલીઓ સર્જાઇ રહી છે સતત પાણી પડવાને કારણે ઘરોમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી ભોજન ક્યાં બનાવે એની પણ સતત ચિંતા છે ત્યારે સતત વરસી રહેલા વરસાદે લોકોને ચિંતામાં મૂકી દીધા છે આના કારણે ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે પાદરા તાલુકો શાકભાજીનું એપી સેન્ટર ગણાય છે જો આ સતત વરસાદ પડે છે તો ખેતીમાં પાક ઉપર બેસેલા ફૂલો ખરી પડતા નવો ફાલ જલ્દી થશે નહીં જેના કારણે ખેતીનો મોટો ફટકો ખેડૂતોને પડશે તેને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આમ વરસાદ નહીં આવતા પણ ચાતક નજરે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા પરંતુ જ્યારે સતત વરસાદ પડવાને કારણે પણ આ વરસાદ ક્યાંક ને ક્યાંક નુકસાન પણ કરશે આમ સતત ત્રણ દિવસથી એકધારા વરસાદ પડવાના કારણે પાદરા તાલુકાના અનેક ગામોમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાતા લોકો અટવાઈ ગયા છે કાચા મકાનોમાં પાણી પડતા મકાનોમાં પણ પાણી પડતા લોકોને બેસવા સુવા અને જમવા ભોજન બનાવવાની પણ ચિંતા સતાવી રહી છે આમ જો હજુ વધુ વરસાદ પડશે તો ભારે નુકસાન થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે ગ્રામ પંચાયતો એ ચોમાસા પહેલા ની કામગીરી નહી કરી હોઈ તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે પ્રી મોનશુન ની કામગીરી ની પોલ ઉઘાડી પડી જવા પામી છે

રિપોર્ટ, અલ્પેશ જાદવ

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *