પાદરામાં શહેર તાલુકામાં ખાલી પડેલી સીટોની ચૂંટણી જાહેર થતાં પાદરા નગર પાલિકા વોર્ડ 3 અને વડુ તાલુકા પંચાયત ના ઉમેદવાર જાહેર થયાં હતા જેમાં ભાજપ તરફ થી બંને ઉમેદવારોના ફોર્મ ભર્યા હતાં
શનિવારે સવારે 11 કલાકે ફૂલબાગ થી વાજતે ગાજતે બંને ઉમેદવારો સાથે કેસરી ખેસ નાખી , ભારત માતા કી જય ના સૂત્રો સાથે મોટી સંખ્યામા કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા જેમાં પાદરા નગર પાલિકા વોર્ડ 3 માં ખાલી પડેલી સીટમાં ભાજપ તરફ થી મેન્ડેટ
નીરાલીબેંન રાકેશ ભાઈ પટેલ ને મળ્યો હતો જ્યારે વડુ તાલુકા પંચાયત ના ઉમેદવાર તરીકે
જીકા ભાઈ ડાહ્યા ભાઈ પરમાર ના નામનો મેન્ડેટ મળ્યો હતો બન્નેના ફોર્મ પાદરા મામલતદાર કચેરીમાં સક્ષમ અઘિકારી ને મળીને ભર્યા હતા
આમ આ બંને સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જામશે
આ ફોર્મ ભરવામાં જીલ્લા મહા મંત્રી યોગેશ અધ્યારુ , તાલુકા ભાજપ પ્રમુખ સંજય પરમાર, શહેર ભાજપ પ્રમુખ દીપેન પંચાલ
માજી પ્રમુખ પ્રવિણ સિંધા શૈલેષ ભાઈ પરમાર વકીલ, વકીલ જસવંત ભાઈ, મયુર ઝાલા, ડો તખત સિંહ, કૌશિક પટેલ માજી સહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ હાજર રહયા હતાં અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો