રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત પાદરા તાલુકા નો રવિ કૃષિ મહોત્સવ પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે યોજાયો હતો જેમાં ધારાસભ્ય સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા..
રવિ કૃષિ મહોત્સવ 2024 પાદરા તાલુકા નો પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમ માં પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત SDM રાજેશ ચોહાણ સહિત તાલુકા પંચાયત પ્રમુખ તથા પાદરા મામલતદાર સહિત નગર પાલિકા પ્રમુખ તથા તાલુકા પંચાયત ના ટી.ડી.ઓ સહિત ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા,
રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાયતા તેમજ યોજનાઓ અંગે માહિતગાર કરવા માટે વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓ તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ બે દિવસીય કૃષિ મહોત્સવ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પાદરા ખાતે પણ રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો અંતર્ગત કૃષિ વિશે પરિસંવાદ તેમજ કૃષિ પ્રદર્શન સહિત ખેડૂતોને પ્રકૃતિ કૃષિના મોર્ડન ફાર્મથી અવગત કરાવવામાં આવશે, કાર્યકમ માં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કૃષિ તજજ્ઞો દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે ખેડૂતો ખેતીવાડી શાખા તરફ થી મળતી વિવિધ પણ ખેડૂત લાભાર્થીઓ ને આપવામાં આવી હતી સાથે કૃષિ પ્રદર્શન પણ નિહાળ્યું હતું આવેલા મહાનુભવો એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું