ગોપાલ ચાવડા
તેરા તુજકો અર્પણ
પાદરા ઝંડાબજાર ના ગણપતિ મંદિર ની જગ્યા ની દુકાનમાં વષોથી ધંધો કરી રહેલ ભીખાભાઇ મહેતાના પુત્ર પુરુષચરણ મહેતા એ ગુરુવારના રોજ ભવ્ય નિર્માણ પામી રહેલ ગણપતિ મંદિરના જીર્ણોદ્ધાર્મ મા પોતાના કબજાની વર્ષો જૂની દુકાન મંદિરને અર્પણ કરી દીધી કઈ પણ લીધા વગર જેથી મંદિર ટ્રસ્ટ અને બ્રાહ્મણ પંચ ના સહુ કાર્યકર્તાઓની હાજરીમાં તેમનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતુ
પાદરા નગર ની મધ્યમાં પ્રાચીન જમણી સૂંઢ, અને રિદ્ધિ સિદ્ધિ સહિતના ભગવાન ગણેશ નુ મંદિર આવેલ છે જે. અચલેશ્વર મહાદેવ ટ્રસ્ટ તેનું સંચાલન કરી રહ્યું છે
આ મંદિરની જગ્યામાં એક નાની દુકાન મહેતા ભીખાભાઇ પેન્ટર ના વારસદાર પુર:ચરણ મહેતા (હરિ કિસન મહેતા )ના કબજામાં હતી જેમાં ગણપતિ મંદિરનો લાખો રૂપિયાના ખર્ચે ભવ્ય જીર્ણોદ્ધાર ભક્તો દ્વારા થતા ,દુકાન પરત કરવાની માંગણી ટ્રસ્ટ દ્વારા કરાતા
મહેતા પરિવારે રાજી ખુશી થી બુધવારના રોજ ટ્રસ્ટીઓ, અને બ્રાહ્મણ સમાજ ના અગ્રગણ્યો ની ઉપસ્થિતીમાં દુકાનની ચાવી અર્પણ કરીને દુકાનનો કબજો કઈ પણ અવેજ વગર મંદિર ને અર્પણ કરી દીધો હતો જેથી મંદિરના સહુ કરતા હરતા ઓયે શાળ,ફૂલ પ્રસાદ અર્પણ કરીને બહુમાન કર્યું હતુ અને સહુઓએ તાળીઓ પાડીને વધાવ્યા હતાં આ પ્રસંગે , હરીકિસનજોશી તેમના પુત્ર,ઉપેન્દ્ર ભાઈ ઉપાધ્યાય, રાજુ જોશી , નરેન્દ્ર વૈદ્ય, ભરત ભાઈ જોશી, નારાયણ ભાઇ ભટ્ટ, જીગ્નેશ ભાઈ જોશી , પાલીકા ના કિશન જોશી વગરે હાજર રહી મહેતા પરિવારને વધાવ્યા હતાં