- ગોપાલ ચાવડા
પાદરા
__________
દેશના પૂર્વ વડાપ્રધાન મા.અટલબિહારી વાજપેયી નો ૯૮મો જન્મ દિવસ
પાદરા ભાજપે સુશાસન,સેવા દિન તરિકે ઉજવ્યો
__________
ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ
બહેનો સહિત ઉપસ્થિત રહ્યા
_________________
દેશ માં ભાજપના પ્રથમ વડાપ્રધાન તરિકે સ્વ અટલબિહારી વાજપેયીનો જન્મ દિવસ ૨૫ ડિસેમ્બર
સેવા દિન તરિકે ઉજવાય છે જેમાં રવિવારે પાદરા નાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ની આગેવાનીમાં ઉજવાયો હતો
આ કાર્યક્રમ પાદરા સરકારી હોસ્પિટલ માં ફ્રૂટ , દૂધ, અને બિસ્કિટ તમામ દર્દીઓને અર્પણ કરીને ઉજવાયો હતો
જેમાં ભાજપ પ્રમૂખ કૌશિક પટેલ ,આરએફ પરમાર , રાકેસ પટેલ માજી પ્રમૂખ, શૈલેષ પરમાર વકીલ, પાલિકાના સદસ્યો સંગઠન નાં હોદેદારો અને મહિલા હોદેદારો હાજર રહ્યા હતા અને તમામ દર્દીઓ પુરુષો ,બાળકો,મહિલાઓ
ને ફ્રૂટ, દૂધ બિસ્કિટ અર્પણ કરવામાં આવ્યું હતું
વિધાન સભાની ચૂંટણી બાદ પ્રથમ કાર્યક્રમ હોય કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો