વડોદરા

પાદરામાં પોસ્ટ ઓફિસ ની સમસ્યા વર્ષો ની યોગ્ય સ્થળ ની માંગ પૂરી થઈપાદરા નગરમાં રણછોડ નગર સોસાયટી શામળકુવા નજીક નવી ઓફિસ નો પ્રારંભ, લોકોને ભારે રાહત

પાદરા
પાદરામાં પોસ્ટ ઓફિસ ની સમસ્યા વર્ષો ની યોગ્ય સ્થળ ની માંગ પૂરી થઈ
પાદરા નગરમાં રણછોડ નગર સોસાયટી શામળકુવા નજીક નવી ઓફિસ નો પ્રારંભ, લોકોને ભારે રાહત
પાદરા નગરની પોસ્ટ ઓફિસ ઘણા વર્ષ થી નગર બહાર વિહાર ગેસ ની ઓફિસ સામે પ્રથમ માળ ઉપર લઈ ગયા હતા જેમાં દાદર જોખમી હતો ચડવામાં સિનિયર સિટીઝન, અશક્ત મહિલાઓને ખુબજ તકલીફ પડતી હતી , નગર બહાર હોવાથી ચાલીને જવું અઘરું હતું મોટી ઉંમરના નાગરિકોને ફરજિયાતવાહન ભાડે કરીને જવું પડતું હતું આ અંગે જાગૃત નાગરિકોએ અનેક રજૂઆતો પોસ્ટ વિભાગને કરી હતી બબ્બે સાંસદો ના કાર્યકાળ માં રજૂઆતો કરવામાં આવી હતી જેમાં હાલ તેનો નિર્ણય થતા પાદરાના શામળકુવા ખાતે રણછોડ નગર સોસાયટી ના પ્રથમ મકાનમાં સ્થળાંતરિત થઈને મંગળવારના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રકારની સુવિધાઓ તથા આધાર કાર્ડ ની પણ સુવિધાઓ આ પોસ્ટ માં નાગરિકોને નગર માંજ મળશે
ત્યારે લોકોમાં ભારે રાહત સહિત આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી છે

માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *