પાદરા સિવિલ કોર્ટ માં ૭૭માં પ્રજાસતાક દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રિન્સીપાલ સિનિયર જજ ડો એમ એસ પાંડે ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોર્ટ નો સ્ટાફ , સિનિયર , જુનિયર વકીલો હાજર રહ્યા હતા
૭૭ માં ગણતંત્ર દિવસ ની ઉજવણી પાદરા કોર્ટ માં દેશ ભક્તિ ના વાતાવરણમાં કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન પ્રિન્સીપાલ જજ. ડૉ એમ એસ પાંડે ના હસ્તે કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે એડિશનલ સિવિલ જજ હાર્દિક રાવલ, સિનિયર વકીલો , પાદરા બારના પ્રમુખ દિપક પ્રજાપતિ વકીલો અશોક પટેલ, રાજેશ વાઘેલા જીગર પંડ્યા , શૈલેષ રાવલ ધર્મેન્દ્ર પરમાર
, દેવીસિંહ ઠાકોર, જાનકી પટેલ, પ્રતીક્ષા પંડ્યા, હીના પરમાર, ઉર્વશી પ્રજાપતિ. વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં આ કાર્યક્રમમાં આનંદ માટે વકીલો તથા સ્ટાફ એ સંગીત ખુરશી ની રમત યોજાઈ હતી જે સહુને આનંદ પમાડી હતી જેમાં એડવોકેટ જીગર પંડ્યા વિજેતા થયા હતા
આમ પ્રજાસતા ના શુભ દિવસે દેશ ભક્તિ સાથે આનંદ ઉત્સવ પણ કરવામાં આવ્યો હતો
માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા



