હર ઘર સ્વદેશી, વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહિત કરવા ના હેતુસર પાદરા નગર પાલિકા ધ્વારા સ્વદેશી મેળા નું ભવ્ય આયોજન કરાયું..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ના નારા સાથે સ્વદેશી ચીજ વસ્તુઓ પર ભાર આપી ને આત્મનિર્ભર બનવાનું આહવાન કર્યું છે વોકલ ફોર લોકલ સાથે સ્વદેશી ચીજ વસ્તુઓ તેમજ નાના વેપારીઓ અને ઉધોગો ને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર ધ્વારા સ્વદેશી મેળા નું આયોજન કરાયું છે, પાદરા ખાતે તા. 9 માર્ચ થી 18 માર્ચ સુધી 10 દિવસ સ્વદેશી મેળા નું આયોજન કરાયું છે જેના ભાગરૂપે પાદરા નગર પાલિકા ધ્વારા સ્વદેશી મેળા નું ભવ્ય આયોજન પાદરા ના ગજાનંદ સોસાયટી પાસે, નાના કુંભારવાડા પાસે કરવામાં આવ્યું હતું જેમાં પાદરા નગર અને તાલુકા ના વિવિધ સ્વદેશી સ્ટોલ માં વિવિધ ચીજ વસ્તુઓ નું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવશે મેળો 10 દિવસ સુધી ચાલશે નાના વેપારીઓ ને આત્મનિર્ભર બનાવવા તેમજ સ્વદેશી વસ્તુઓ ના આગ્રહ સાથે વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહિત કરવા માટે સ્વદેશી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું
પાદરા નગર પાલિકા ધ્વારા આયોજિત સ્વદેશી મેળા નું ઉદ્ઘાટન પાદરા નગર પાલિકા ના પ્રમુખ મનીષાબેન પટેલ તથા ઉપપ્રમુખ સહિત નગર પાલિકા ના વિવિધ સમિતિ ના ચેરમેન અને પાલિકા ના સદસ્યો અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા ઉદ્ઘાટન બાદ દીપ પ્રાગટય સાથે મેળા ને ખુલ્લો મૂક્યો હતો આવેલ મહાનુભવો નું સ્વાગત કરાયું હતું
સ્વદેશી મેળા માં વિવિધ જાતના હાથ બનાવટ કલાકૃતિઓ ની ચીજ વસ્તુઓ ના સ્વદેશી સ્ટોલ ને આવેલ મહાનુભવો નિહાળ્યો હતો 10 દિવસ આ સ્વદેશી મેળા ચાલશે
માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા




