પાદરા ગોપાલ ચાવડા
________________
પાદરા ના વડુ ગામમાં 150 જેટલા દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો
_________
પાદરા મામલતદાર દ્રારા પોલિશ કાફલો ગોઠવ્યો
કોઈ અનિચ્છનિય ઘટના
નહિ
__________________
પાદરા ના વડુ ગામમાં પ્રવેશ દ્વાર પર આવેલ 150 થી વધુ ગેરકાયદેસર દબાણ ઉપર સપાટો બોલાવવામાં આવ્યો છે વડુ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેતા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પર આવેલા 150 થી વધુ ગેરકાયદેસર દબાણો ઉપર બુલોજર ફેરવી દેવામાં આવ્યો
જેમાં વડુ ગ્રામ પંચાયત દ્વારા તમામ દુકાનદારોને નોટિસ પાઠવ્યા બાદ 112 દુકાનદારોએ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી કે આ તમામ ગેરકાયદેસર દબાનો હટાવવામાં ના આવે જોકે
તેની સામે વડુ ગ્રામ પંચાયત દ્વારા તમામ 150 દબાનો નડતર રૂપ હોવાના કારણે હટાવવા માટે કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જેના ભાગ રૂપે કોર્ટ દ્વારા સ્થાનિક મામલતદારને યોગ્ય નિર્ણય લેવા જણાવવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક મામલતદાર દ્વારા ગ્રામ પંચાયતના પક્ષમાં નિર્ણય લઇ બે દિવસના અલ્ટીમેટમ બાદ આજે સવારથીજ તમામ 150 દબાનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ગોઠવી દેવામાં આવ્યોબીજી બાજુ મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓ તલાટી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા